હોઠ
વાત હતી આ એક અનોખી રાતની,
અમારા પ્રથમ મિલનની મુલાકાતની !
એક અજીબ ઉલઝન હતી,
જે બંનેના ચહેરા પર દેખાતી હતી !
હૈયામાં થોડો ફફડાટ હતો,
એક ખાસ અનેરો એહસાસ હતો !
શ્વાસની લય થોડી તેજ હતી,
જે પ્રીતની સરગમ સંભળાવતી હતી !
હોઠ તો એના પણ ફફડતા હતા,
જાણે કઈ દિલની વાત કહેવા
તડપતા હતા !
એની આંખોના ઇશારા જાણે
સમજાતાં હતાં,
નાભિ થી લઈ હોઠ પર એ જાણે
વર્તાતા હતા !
હૈયા ના ધબકારે એ પળ પણ આવી હતી,
જ્યારે હોઠો પર હોઠોની બળજબરી
વધી હતી !
શબ્દોનું હવે કંઈ કામ નહતું,
હોઠ જ હૈયાની વાત સમજાવતા હતા !
અમારા પ્રથમ મિલનની એ વાત હતી,
જે અમારા સહવાસની શરૂઆત હતી !
મારી આ રચનાને ગુજરાતી રસધારા સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત થયું...