કુસ્તી શબ્દ આપણે કાને પડે તો તરત આપણને ફિલ્મ એકટર ને કુસ્તી ચેમ્પીયન ને માજી સંસદ સભ્ય નામે (દારાસીંગ) જરા યાદ આવી જાય...છે.
જી હા, આ દારાસીગ હાલ આપણી વચ્ચે હયાત નથી પણ તેમની જુની ફિલ્મો જોઇને તરત એકવાર તેમની યાદ આવી જતી હોયછે.
આજની નવી પેઢી કદાચ તેમને ઓળખતી નહી હોય પણ જે લોકો આજ પચ્ચાસ સાઇઠ વરસના હશે તેઓ જરુર ઓળખતા હશે ને તેમને તેમની મારામારીથી ભરપુર એવી ફિલ્મો ચોક્કસ જોઇ હશે.
તેમની વધું ફિલ્મો તે જમાનાની હિરોઇન નામે મુમતાઝ સાથેની ઘણી આવી હતી. ત્યાર બાદ મુમતાઝ સાથે ફરી રાજેશખન્નાનો જમાનો આવ્યો એટલી મુમતાઝે તેની વધું ફિલ્મો રાજેશખન્ના સાથે કરી હતી. હાલ તો રાજેશખન્ના પણ હયાત નથી. પણ હા મુમતાઝ હાલ જીવીત છે ને હાલ તે યુગાન્ડા ઉદ્યોગપતિ મયુર માધવાની સાથે પોતાની બે છોકરીઓ સાથે પોતાની જીંદગી ગુજારે છે.
આજ આ દારાસીગની નવ્વાણુ સાલની જન્મ જયંતી છે તો આ ફોટામાં બતાવેલ તેમના સ્ટેચ્યુને જોઇને આપણે તેમને જરા નમન કરીએ, અને આ ફોટામાં બાજુમાં સફેદ ટી શર્ટમાં ઉભેલ વ્યકતી બીજું કોઇ નહી પણ તેમનો દિકરો છે. કદાચ તમે ટીવીમાં સલમાનખાનની આવતી સિરીયલ નામે બીગબોસમાં જોયો હશે.
દારાસીગ એ જમાનામાં ખરેખર દારાસીગ જ હતો. વિદેશોમાં જઇને ઘણી કુસ્તી ગેમમાં તે હંમેશા જીતીને જ આવતો હતો તેને ઘણા મેડલ પણ મળ્યાછે. ને વિદેશમાં કુસ્તી જીતીને ભારત દેશનું નામ પણ રોશન કરેલું છે.
એક નમન મારા તરફથી...