*એક પત્નીથી સારો મિત્ર તમને ક્યાય નહીં મળે*
પતિ-પત્નીના સંબંધો પર તો ઘણું લખાયેલું છે. પણ આ સંબંધ વિશે સમજણ બહુ ઓછા લોકો પાસે છે. પુરુષના મિત્રોનું લિસ્ટ તો બહુ લાંબુ હોય છે, પરંતુ તેને સમજી શકે એવા મિત્રો બહુ ઓછા હોય છે. પરણિત પુરુષને તેને પોતાની પત્નીથી સaારો મિત્ર બીજો કોઈ મળી જ ના શકે. અરે, તમને તમારા કરતાં પણ કોઈ વધારે જાણતું હો તો એ તમારી પત્ની જ છે, તો પછી આનાથી સારો મિત્ર બીજો કોઈ હોય શકે?
તમારા ઘરની તમામ જવાબદારીઓ, તમારું ઘર, માતા-પિતા, બાળકો, વ્યવહાર અને તમારા મિત્રોને પણ સાચવવાની જવાબદારી એના માથે જ હોય છે. તમારા સુખમાં ભગવાનનો આભાર માને છે, તો તમને દુખ પહોચે તો ભગવાનને ફરિયાદ કરીને તેની સાથે લડી પણ લે છે. જ્યારે તમે મુસીબતમાં હોય ત્યારે તમારી પાસે તમારા કોઈ સગા-સંબધી કે મિત્રો હોય કે ના હોય પણ તમારી પત્ની તો તમારી સાથે કોઈપણ પરિસ્થિતિમાં ઊભી જ રહેશે.
તેને આપવામાં આવતી દરેક ભૂમિકા માટે તે હમેશા તૈયાર જ રહે છે, પછી એ પ્રેમિકાની હોય, શિક્ષકની હોય, નર્સની હોય. તેને ઘરની અન્નપૂર્ણા પણ કહેવામા આવે છે, તમને તેનાથી સારો કૂક તમને શોધ્યે પણ નહીં મળે. મુશ્કેલીના સમયમાં એ એવા ઉપાયો શોધી લાવશે કે કોઈ મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન પણ ના શોધી શકે અને છતાં પણ આપણે સૌથી વધુ મજાક પણ તેની જ ઉડાવીએ છીએ. તમારી બધી જ મજાક અને અપમાન સહન કરી લે છે કેમ કે એના માટે તો મનનો સંતોષ એ જ છે કે તમારા ચહેરા પર હસ્યાં રહે.
દુનિયામાં ફ્રેન્ડશિપ ડે, ટીચર ડે, વેલેન્ટાઈન ડે ઘણા દિવસો આવે છે અને આપણે ઉજવીએ પણ છીએ, પણ પત્નીનો આભાર વ્યક્ત કરવાનો કોઈ દિવસ જ આપણે ત્યાં નથી. તેનો આભાર વ્યક્ત કરવાની વાત તો બહુ દૂર છે પણ તેનો જન્મ દિવસ કે એનિવર્સરી પણ આપણને યાદ નથી રહેતી. પત્નીને તમારા આભાર વ્યક્ત કરતાં શબ્દોની પણ જરૂર નથી છતાં પણ તેનો આભાર જરૂર માનજો તો તેને પણ તમારી તરફથી થોડી ખુશી મળશે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !