*સમય*
"અહં બ્રહ્માસ્મી" એ જ મારું મન માનતું,
છતાં એ સદાય "સમય" ને સાથે લઈ ચાલતું..!!
મારામાં ના કોઈ ઉદ્વેગ, ના કોઈ આવેશ,
હમેશાં માની ચાલતો હું સમયનો આદેશ..!!
જ્યારે "અહં બ્રહ્માસ્મી" નો અહં ભરાયો મારા મનમાં,
ત્યારે "સમય" રઘવાયો થયો એની ચાલ ભરવા..!!
સમયે લીધી એવી પરીક્ષા અને ચાલી એની જ ઈચ્છા,
સરળ રસ્તે પણ લાવ્યો વિધ્નો એ જ સમયની મહેચ્છા..!!
એવો પટક્યો સીધો જમીન પર મને,
અને સમજાવ્યું એનું આગવું મહત્વ મને..!!
તો હે અબુધ ! ભલે રહ્યો તું બ્રહ્માસ્મી,
પણ "સમય" વગર તું ક્યાંય નો નહીં રહે અસ્મી..!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...