વ્યથાને વેઠવી છે અંતે અગણિત રીતે પણ જો,
કલમ મા પુરાય જામ એજ હવે તો ઈચ્છુ છુ...
પત્થર હવે તો બદલાય છે આ માણસ ની તો શુ વાત???
વર્ણવવા વિચારો નુ મારુ કામ એજ હવે તો ઈચ્છુ છુ...
જો વિસારી ગયો હો તો પરત પુનઃ વળાવજો,
એકાંત સમી રાત રહી છે સુમસામ એજ હવે તો ઈચ્છુ છુ...
અયોધ્યા મા રામ રહીમ કાજે થઈ છે મથામણ
કાવ્યમય રહે મારા રામ એજ હવે તો ઈચ્છુ છુ...
પ્રેમ મા પ્રવિણ ભલે બન્યા છે શ્રી કૃષ્ણ
યુવા કવિ ના શબ્દો મા રહે શ્યામ એજ હવે તો ઈચ્છુ છુ...