જયારે કોઇના શરીરનું અંગ કપાઇને નકામું થઈ જાય છે ત્યારે તેના વગર કેટલી જીવન જીવવામાં તકલીફ પડે છે તેની વેદના તો જેનું અંગ કપાઇ ગયું હોય તેને જ થાયછે. કે જયારે તે જન્મીને જીવન જીવવા માટેના નાના નાના ડગલા ભરવાનું શરું કરેછે!
અને જયારે તેની વધું શરુઆત તેની સ્કુલમાં વન ટુ થ્રી થી થાયછે.
પછી જયારે તે બીજાને સારી રીતે લખતા જુઓછે ત્યારે તેની આંખોમાંથી અનેક આંસુ પણ નીકળવા લાગે છે જે કયારેય રોકાતા હોતા નથી ને તે વિચારે છે કે ભગવાને મારી જ સાથે આવો અન્યાય કેમ કર્યો! મે કેવા એવા પાપ કર્યા હશે તે મને મારા નાના બાળપણમાં જ આવી તકલીફ આપી!
શું કરીશ! હું હજી વધું મોટો થયા પછી કેવી રીતે કપાશે મારી બાકી મોટી લાંબી જીંદગી...!