અબ તો આદત સી હે મુઝે..... again in top three....in Gujarati rasdhara competition.
*રસ્તા... ( યાદ કરી લેજો... )*
ક્યારેક સમય મળે તો આ રસ્તે ભૂલા તો પડી જોજો,
ભૂલમાં જ ક્યારેક એ બહાને અમને યાદ તો કરી લેજો.
એટલી પણ નફરત નથી રાખી બેઠા અમે આ દિલમાં,
બને તો સાથે ગાળેલા એ સમયની વાત યાદ કરી લેજો.
પ્રેમની ક્યાં વાત કરું છું એક અજનબી તરીકે જ સહી,
ઓળખાણ ના પડી કહી એકવાર નામ જ પૂછી લેજો.
આવકારશું આપને સઘળાં મતભેદ ભુલાવી અમે જૂના,
તમેય પ્રેમથી અપનાવી આ સંબંધ ફરી જીવંત કરી દેજો.
સાવ શુષ્ક, નિર્જન પડી બેઠી છે આ જીવનની ફૂલવારી,
વ્હાલ ભર્યું જળ છાંટી ફરીવાર મીઠી મહેંકતી કરી દેજો.
સમજી શકો ભાવ મારા હ્રદયનો તો વિચાર કરી જોજો,
ભૂલમાં જ ક્યારેક એ બહાને અમને યાદ તો કરી લેજો !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*