સરકાર આજે ભારત દેશને સુંદર બનાવવા માટે કરોડો રુપીયાનો ખર્ચ કરી રહી છે જેમ કે રસ્તાઓ, સ્કુલના ચોગાન, બાગબગીચા, સ્ટેશન, બસ સ્ટેન્ડ, વગેરે જાહેર જગ્યાઓ માટે કે ત્યા ચોખ્ખાઈ થાય ને રહે ને સ્વચ્છ બેસવા માટેની એક જગ્યા બને.
ગયેલી કુદરતી ને પાછી લાવવા ઘણા જ પ્રયત્નો આપણી ભારતીય સરકાર કરી રહી છે ને તેનું પુરુ જતન કરવાની જવાબદારી આપણી પણછે એટલે પ્રજાની..પણ પ્રજા તેનું જતન કરવા ને બદલે ઉલટું વધારે ગંદુ કરી રહી છે જેમ કે એક તળાવની પાળે રોપવામાં આવેલા અલગ અલગ પ્રકારના છોડવાઓની અંદર કચરો તેમજ પાન મસાલાની ગંદી લાલ પીચકારીઓ મારવાનું પ્રજા ચૂકતી નથી, તેને સરખુ પાણી રેડવાનું હોય કે તેની વધુ સલામતી માટે પશુઓથી બચાવવાનું હોય એવી કોઇ પણ જવાબદારી આજનો માણસ લેવા માગતો નથી! બસ જે છે તેને પણ વધું ખરાબ કરી રહ્યો છે..શું પોતાના ઘરમાં રોપેલ ફુલ છોડવાઓની સાથે આમ કરશે ખરો આજનો બુધ્ધિશાળી માણસ...! જી બિલકુલ નહિં.