માણસાઈનો અંત કે શરૂઆત
આજે રસ્તા પર પડેલો માણસ મેં જોયો,
સૌ કોઈ કહી રહ્યું હતું કે વ્યસનને લીધે પડેલો છે.
પણ મેં એને મુસીબતમાં ગરકાવ થયેલો ભાળ્યો,
ચહેરા પરનું નૂર ઘણું કહી રહ્યું હતું.
કોઈક માતા નું અમૂલ્ય અંશ હતું એ ,
કોઈક પિતાનું ગર્વ હતું એ.
દુનિયા માટે સુરજ ઉગ્યો હતો એની ચમક હતી,
પણ એને માટે જિંદગીનો સુરજ આથમ્યો હતો.
બચ્ચાંઓ એને પથ્થર મારી રહ્યા હતા,
યુવાનો એને લાત મારી હેરાન કરતા હતા ,
વડીલો એના નસીબ ને વળગી રહ્યા હતાં.
શું હતું આ સઘળું, માણસ માટે ભીડ હતી કે....
પછી
માણસાઈ ના અંત ની શરૂઆત હતી?????