લોકો કહેછે કે આ જન્મના કરેલા કર્મોના ફળ આ જન્મમાં નહી પરંતું આવતા જન્મે ભોગવવા પડે છે.
એટલે કે સારા કર્મોના ફળ સારા હોયછે ને ખરાબ કર્મોના ફળ ખરાબ હોયછે.
જો આ પંક્તિ સાચી જ હોય તો આ છોકરીએ એવા તે કયા કર્મો કર્યા હશે ગયા જન્મમાં કે તે આ જન્મમાં તેનું ફળ ભોગવી રહી છે!
કદાચ આ છોકરીએ તેના ગયા જન્મમાં ઘણા જ પાપ કર્યા હશે અથવા ઘણા ખોટા કામ પણ કર્યા હશે!...કદાચ આપણે એમ માની લઇએ છીએ...
પણ આ વાત બિલકુલ સાચી નથી કારણકે કરેલા સારા કે ખરાબ કર્મો નું ફળ આપણે આ ચાલું જન્મમાં જ ભોગવવાનું હોયછે.
કારણકે આપણને ખબર હોતી નથી કે આપણે ગયા જન્મમાં કયા અવતારમાં હતા ને હવે પછી આવતા જન્મમાં કયા અવતારે ધારણ થવાના છીએ!
પરંતું ખરેખર આ એક આપણું બેડલક જ કહી શકાય...જે કદાચ આપણે ભોગવવા જ આવ્યા છીએ...ને ભોગવવું જ પડશે.
તમારું શું માનવું છે!!!!!