એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો
યાત્રીએ ૫૦૦ ની નોટ હોટલના કાઉન્ટર પર એડવાન્સ જમા કરાવીને રુમ પસંદ કરવા ગયો
હોટલનો માલિક ૫૦૦ ના નોટ લઈને ફટાફટ ઘી વાળાનો હિસાબ ચુક્તે કરી આવ્યો
ઘી વાળાએ ૫૦૦ આપીને દૂધવાળાનો હિસાબ ચુક્તે કર્યો
દૂધવાળાએ ૫૦૦ આપીને ગાયવાળાનો હિસાબ ચુક્તે કર્યો
ગાયવાળાએ ૫૦૦ આપીને ઘાસવાળાનો હિસાબ ચુક્તે કર્યો
ઘાસવાળાએ ૫૦૦ આપીને હોટલમાં ઉધાર જમવાનો હિસાબ ચુક્તે કર્યો
યાત્રી પાછો આવ્યો ને કોઇપણ રુમ પસંદ નથી તેમ કહી ૫૦૦ ની નોટ પરત લઈ નીકળી ગયો
ના કોઈએ કંઈ લીધું
ના કોઈએ કંઈ આપ્યુ
બધાનો હિસાબ ચુક્તે
બતાવો ગડબડ કયાં થઈ?
મિત્રો, ગડબડ ક્યાંય નથી
આપણો વહેમ છે કે રુપિયા આપણા છે
પરંતુ
ખાલી હાથે આવેલા ને ખાલીહાથે જવાના
રુપિયાના વહેમ કાઢો ને જલસાથી જીવો