એક વાત...પ્રીતની.
ગુલફામ સરીખી પ્રીત મારી,
શું કહું ? પ્રણયી વાત મારી!
બની બુંદ ઝાકળની જાણે,
દેખાય સુંદર રાજકુમારી !
મુગ્ધ બની નીરખતો રહું !
કાતિલ એની નયન કટારી.
નાચતી સાગર લહેરો જેવી !
જાણે વનમાં હિરણી પ્યારી,
ચાંદની પણ સામે ફિકી લાગે,
ખુદ કંચન મારી પ્રાણપ્યારી !
અલંકારની મહોતાજ નથી,
સાદગી જ એની ફૂલવારી !
શું કહું ? કઈ હું વાત મારી!
અનોખી મારી દિલની રાણી.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.