?જીંદગી એક એવી સફર છે કે એ સફર જો તમારી સહીસલામત રહી તો તેનો આનંદ અતિ ઘણો હોયછે ને જો એ સફરમાં એક તિરાડ પડી તો તમારી આગળની જીંદગી ડોલવા લાગે છે.
એટલે કે પછી બાકી તમારી જીંદગીની સફરમાં તમને કોઇ રસ રહેતો નથી..બસ ખાલી એ સફર આગળ જીવવા માટેની બાકી રહી હોયછે.
પતિ અને પત્ની બંને એક નવા લગ્ન પછી એક નવું જીવન જીવવા માટેનો પ્રયાસ કરેછે..તે કોઇનો પ્રયાસ સફળ પણ થાયછે ને કોઇનો પ્રયાસ નિષ્ફળ પણ નિવડે છે. આ દરેક મુદ્દો તે બંન્નેના સ્વભાવ પર નિર્ભય કરેછે.
પતિ અને પત્ની એ એક જીવન રૂપી નાવ ના બે હલેસા છે ને તે જો એક સાથે સંપીને ચાલે તો નાવને ચાલવામાં કોઇ જ વાંધો આવતો નથી પરંતું જો એ હલેસા આગળ પાછળ પોતપોતાની રીતે ચાલશે તો નાવને છેવટે ડૂબવાનો જ વારો આવશે એ નકકી.
પછી તે નાવ કયારેય પોતાના કિનારે પહોંચતી નથી ને પછી તેને અધવચ્ચે જ ડુબવું પડે છે. શરુઆતથી જો બંન્નેના સ્વભાવમાં પ્રેમ, લાગણી, મમતા, ત્યાગ, ને છાયાના અંશો જળવાઈ રહેલા હશે તો આ જીવનરૂપી નૈયા સામે કિનારે જરુર પહોંચશે.
પરંતું આ બધું શક્ય ત્યારે જ છે કે ઉપરોક્ત શબ્દો તેમની જીંદગીમાં સમાયેલા હશે તો...
આશા રાખુ છુ કે તમારો પણ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ હમેશાં કાયમ જળવાઈ રહે ને એકબીજાને ભરપુર પ્રેમ વધુને વધું મળતો રહે....?