આજે લોકોને એક જ શોખ જરુર હોયછે તે પણ સવારના પહોરમાં
કબૂતરને ચણ નાખવાનો...
જેમકે ઘઉં જુવાર બાજરી કે કયારેક ડાંગર વગેરે...
આ એક મોર્નીંગ ક્રિયા છે...સારી વાતછે ને સારુ કામ પણ કહી શકાય.
ખાસ તો આ કામ ઉંમરવાળી વ્યકતિઓ કે જે રીટાયર હોયછે તે લોકો આવા સેવાના કામ વધુ કરતા હોયછે. ને તેમનો એક રીતે ટાઇમ પાસ પણ થતો હોય છે ને તેમની એક નિયમિત ક્રિયા પણ થતી હોય છે.
દરરોજ સવારે નાહી ધોઇને પરવારીને ઘરમાંથી એક વાડકી અનાજ લઇ જઇને જાહેર ઓટલા ઉપર અથવા ગામનો ચબુતરો હોય ત્યાં જઇને દાણા નાખવાના...
પરંતુ એક બીજી વાત પણ સાચી હોયછે કે ઘરના આંગણે જો કોઇ ભિખારી આવે તો તેને કંઇજ નહિ આપવાનું!
ને કહેતા હોયછે કે જાવ જાવ આગળ જાવ...છુટ્ટા નથી..કે કંઇક કામ કરોને...આવી ગયા સવારના પહોરમાં!...કંઇ કામધંધો છે કે નહીં! મહેનત કરોને...ભીખ માગ્યા વગર...માણસ થઇને ભીખ માંગો છો! ભૈ તમારે ના આપવું હોય તો ના આપશો પણ આવા દિલ માં વાગે તેવા મહેણાં શું કામ બોલો છો!
તો આ કંઈ રીતની તેમની સેવા કહી લેવાય!
કબુતરો ને પ્રેમથી દાણા નાખો છો ને કોઇ ગરીબને વાડકી ચોખા કે બે રુપિયા તમે આપતા નથી!
સેવા કરવી કે દાન કરવું ગમે તે પણ આપવાની વૃતિ એક સરખી હોવી જોઇએ.
પક્ષીઓ ને પ્રેમથી ચણ આપોછો ને ગરીબને નફરત કરોછો એ કોઇ સેવા કે દાન કે લાગણી કહી ના શકાય...પરંતુ તેને એક ટાઇમ પાસ કરવાની એક નકામી ક્રિયા જરુર કહી શકાય...ને તેનું કોઇ જ સારુ ફળ મળતું નથી.