આજની ફૅશન એટલે તોબા તોબા..
ને તે પણ છોકરીઓની! ભાઈ ભારે કહેવાય.
શું જમાનો આવ્યો છે! જે પેન્ટ શર્ટ છોકરાઓ પહેરેછે તે હાલ આજની છોકરીઓ પહેરતી થઈ ગઈ છે.
બાકી પહેલા જમાનામાં પેન્ટ શર્ટ છોકરીઓ પહેરતી ના હતી, સાડી કે પંજાબી ડ્રેસ જ પહેરતી...પણ આજ તેઓ પેન્ટ શર્ટ કે ટી શર્ટ પણ પહેરતી થઈ ગઈ છે.ને હવે તો તેમના મમ્મી ને પપ્પા સાથે પણ બહાર શોપિંગમાં નીકળે તો પણ શોર્ટ પેન્ટ જ પહેરે છે.
હવે તો લાજ શરમનો જમાનો નથી રહ્યો
બધું જ ખુલામ ખૂલા ચાલતું હોય છે.
કોને કહેવા જઈશું!
આ બાજુ છોકરાઓ પણ બદલાતા હોય છે નવી નવી હેર સ્ટાઇલ અડધા નીચે ઉતરેલા તેમના પેન્ટ...ઉપર બે બટન ખુલા...મોબાઈલ પણ હાથમાં પકડાય નહિ તેઆ...મારવાડી મોજડી જેવા શૂઝ
ખિસ્સામાં પણ બે ચાર વિમલ તો પડી જ હોય બસ સ્ટાઈલથી તોડીને ખાવાની
કોઈ છોકરી બાજુમાંથી જતી હોય ત્યારે
આમ નહિ...આમતો પાછી તેમની દેશી સ્ટાઇલ હોય.
અજય દેવગનની અદા..
કણ કણ મે કેશર.
સાલું કોઈને કહેવાય તેમ નથી ને જો કહીએ તો કહેશે કે ડોસા તમને ખબર ના પડે તમારો જમાનો અલગ હતો ને અમારો જમાનો અલગ છે!
હા ભાઈ અમે જોઇએ છીએ આ તમારો જમાનો!
પણ સો વાતની એક વાત કે અમારા જમાનામાં બળાત્કાર નોતા થતાં,પણ આ તમારા જમાનામાં કેમ એટલા બધા થાય છે! છે કોઈ તારી પાસે આનો જવાબ! પણ એનો જવાબ તો અમે જાતે નિહાળીએ છીએ, સમજીયા કે..!!!