" નવ કરશો, કોઈ શોક રસીકડા માં તે માં બીજા બધા વગડાની વા' એ ઊક્તિનો દર્દ ભર્યો હવે અમને સમજાય છે. "
" ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર "
એ પંક્તિ હવે અમારી અનુભુતિ બની ગઈ છે.
પૂજય માં, વ્હાલી માં અમારી માં
માં ઓ માં ! આવો અમારો પોકાર હવે કોણ સાંભળશે ?
આંખમાં વાત્સલ્યના આંજાણ આંજી , માથા ઉપર હુંફાળો હાથ કોણ ફેરવશે ? પ્રિય માં ! તમારા પરોપકારી જીવન માટે અમને ગર્વ છે. તેના કરતા પણ વધુ હર્ષ તમારા સમાધિમરણ મારે છે. નમસ્કાર મહામંત્ર નું શ્રવણ અને રટણ કરતા આ દેહના ત્યાગ કરવાનું સૌભાગય નથી હોતું.
આપનું મૃત્યુ , પણ એક મહોત્સવ બની ગયું છે. તેમ જ્યાં હો ત્યાંથી અમારા ઉપર આશિષો વરસાવ્યા કરજો તમારા
આશિષ જ હવે અમારી મૂડી બની રહેશે.
લી. આદિત્ય દિપકભાઈ બારોટ