આજનો જમાનો મોબાઈલનો છે
તે પણ ટચ સ્ક્રીન...આ ટચ સ્ક્રીન મોબાઈલે તો કેટલા બધા લોકોના જીવ લીધાછે! કારણકે એક સેલ્ફી લેવા માટે રેલ્વે ટ્રેકની ઉપર, ઉંચા મકાનની અગાસી ઉપર અથવા હાઇવે બ્રીજના વળાંક ઉપર જયાં ને ત્યાં એક સેલ્ફી લેવા માટે આજના યુવાનોના જીવ જાયછે...છતાંય કોઇ કંઇ વિચારતું નથી..બસ જાણે પોતાના જીવ કરતાં એક સેલ્ફી ફોટો વધું કિમતી હોયછે.
બજારમાં મળતા ઉચી કંપનીના મોબાઇલ હજારો રુપિયાના હોયછે છતાંય નાની નોકરી વાળા યુવાનો પણ મોંઘા મોબાઈલ વાપરતા હોયછે.એક ખિસ્સામાં ભલે સો રુપિયા ના હોય પણ બીજા ખિસ્સામાં પાંચ હજારનો મોબાઈલ જરુર હશે.
ભલે વાપરો વાંધો નથી કારણકે આજનો જમાનો ઘણો ફાસ્ટ છે ને પાસે મોબાઈલ હોવો જરુરી પણ છે પરંતુ તે યોગ્ય રીતે વપરાતો હોય તો તે ઘણો જ સારો કામનો છે પણ જો તેનો ઉપયોગ ગમે તેવા કામ માટે થતો હોય તો તે નકામો છે. નકામો કેવી રીતે કે આજના યુવાન યુવતીઓને પીક લેવાનો જબરો શોખ હોયછે જેને આપણે સેલ્ફી કહીએ છીએ...આ સેલ્ફીએ તો ઘણા લોકોના જીવ લીધા છે.
જેમકે રેલ્વે ટ્રેક, સૈથી ઉચા મકાનની અગાસી, પાણીની ટાંકી ચાલું બાઇકે વાતચીત અથવા એક સેલ્ફી..આવા ખતરનાક જગ્યાઓથી સેલ્ફી લેવાનો શોખ આજના યુવાન યુવતીઓને ઘણો જ હોયછે.ને એક સેલ્ફી લેતા લેતા પોતાનું બેલેન્સ ગુમાવી દેતા હોય છે. ને મોતને ભેટેછે.
ફ્રી ગાના જેવી એપ નાખીને કાનમાં હેન્ડ ફ્રી પરોવીને ડ્રાઇવીંગ કરવું એ પણ એક ખતરો જ છે...કારણકે આગળ પાછળ જતાં આવતાં વ્હીકલના હોર્ન આપણે સાંભળી શકતા નથી...માટે થોડીક મસ્તીને લીધે આપણે આપણો જીવ ગુમાવી બેસીએ છીએ.
આપણે આપણા ફોનમાં એટલા બધા રચ્યા પચ્યા રહીએ છીએ કે આપણી નજીકમાં જ બનતી ક્રિયા જોઇ શકતા નથી ને એક ના વિચારી શકીએ તેવો એક ભયાનક એકસીડન્ટ કરી બેસીએ છીએ.
કયારેક આપણા પહેરેલ કપડાં પણ ઠીક છે કે નહિ તે પણ આપણામાં ધ્યાન રહેતું નથી ને કોઇનો આપણે નકામો શિકાર, બની જઇએ છીએ.
માટે જો આપણો મોબાઈલ જો સરખી રીતે વાપરીએ તો તે ઘણો જ કામનો છે...નહિ તો તે આપણો જ મોબાઈલ આપણો જીવ લેતા અચકાશે નહિ એ નકકી.
તો આપ પણ જરા સરખી રીતે આપણા મોબાઈલનો વપરાશ કરશો ને..કે તમે પણ એક સેલ્ફી લેશો! જરુર પણ જરા સંભાળીને...હોં.?