શરીરનો કયારેય ભરોસો નહી કયારે કોઇની તબિયત બગડે તે કહી શકાય નહીં ઘણીવાર ઉંમરવાળી વ્યક્તિઓની રાત્રે પણ તબિયત બગડી જાયછે જેમ કે અંધારામાં પડી જવાથી, હાર્ટ એટેક આવવો, અચાનક કોઇ ગંભીર બિમારી થવી જેવી કે શ્ર્વાસ ચડવો, બેભાન થઈ જવું...
ત્યારે તેમને હોસ્પીટલે લઇ જવા કોઇ જ રાત્રીના વાહન મળતું નથી.
કદાચ કોઇ અમીર પરિવાર હોય તો તેમના ઘરે ગાડી હોય શકે છે પણ જેની પાસે એક સાયકલ પણ નથી તે હોસ્પીટલે કેવી રીતે પહોંચશે! તે પણ રાતના સમયે !
તો સુરત શહેરના એક ગામના આ ભાઇ રાત્રીના દસ થી સવારે પાંચ વાગ્યાની સુધી પોતાની ઇકકો ગાડીમાં દરદીને મફત હોસ્પીટલે પહોંચાડવાની સેવા આપે છે.
તો શું આ ભાઇ શાબાશીને લાયક નથી! જરુર છે શાબાશીને લાયક.
કારણકે તેમના દિલમાં રામ વસે છે કોઇની સેવા કરવી અથવા કોઇની તકલીફમાં કામ આવવું એજ તેમનો મંત્ર હશે.
અડધી રાત્રે ફોન મારશો તો પણ તમારા ઘરે હાજર થશે પણ હા જો તમે તેમની નજીકમાં જ રહેતા હો તો...
બાકી કોઇ સુરતથી અમદાવાદ નો આવે સમજયા કે!
નજીકવાળાને જ લાભ મળે.
અભિનંદન તમને..
ને મારા તરફથી એક લાઇક પણ...