#loveyoumummy
વ્હાલી મમ્મી,
કેટલાયે સમય પછી તને પત્ર લખી રહી છું. યાદ છે તને લગ્ન પછી મેં એક પત્ર લખ્યો હતો તો હવે આજે લખું છું. એ વખતે પણ ખૂબ ભાવુક થઈ ગઈ હતી અને આજે એવી જ લાગણી અનુભવી રહી છું. આજે જ્યારે મારી દીકરી મોટી થયી રહી છે ત્યારે મને એ અહેસાસ થાય છે કે તારા માટે આ કેવો સમય હશે અને એમાં પણ જ્યારે ત્રણ દીકરીઓ હોય ત્યારે તો ખરેખર પડકાર જ હોય. અને ત્યારે જ્યારે એ સમયે આટલી આસાનીથી દીકરીઓ નહોતી સ્વીકારાતી. છતાં પણ તે હંમેશા હસતા મોઢે એ જવાબદારી નિભાવી અને અમને ભણાવી-ગણાવી જીવન નિર્વાહ માટે કાબિલ બનાવ્યા. તમે અમને જે સંસ્કાર પ્રદાન કર્યા છે એ હું મારી દીકરી ને ચોક્કસપણે આપીશ જેથી એ પણ સ્વમાન સાથે એની જિંદગી વિતાવી શકે. મમ્મી પ્રત્યે પ્રેમ દર્શાવો એ સુરજ ને દીવો બતાવવા જેવું છે.
બસ છેલ્લે મારે એટલું જ કહેવુ છે કે
રામ લિખા...
રહેમાન લિખા...
ગીતા ઔર કુરાન લિખા...
જબ બાત હુયી પુરી દુનિયા કો એક લફજ મેં લિખને કી તબ મૈને
માઁ કા નામ લિખા.
તારી વ્હાલી કોમલ.