#LoveYouMummy
મારી મમ્મી નો એ હાથ...
મારો પહેલો સ્પર્શ જ...
મારી મમ્મી નો એ હાથ...
હું જ્યારે નાની'તી ને...
મુઠી વાળી રાખતી...
પણ જો એમાં મારી મમ્મી ની આંગળી...
આવી જતી તો બહાર નીકાળવી...
ક્યારેક મુશ્કેલ તો ક્યારેક નામુંકીન બની રે'તું...
મને જ્યારે એ ખુદ થી અળગી કરી...
પા પા પગલી ભરતા શીખવાડતી...
ત્યારે દૂર સામે જઈને ઉભી રેતી...
પણ એના હાથ તો દૂરથીય મારી સામેજ...
ધસી આવતા જાણે...
હું જ્યારે બહાર જતી થઈ...
શાળા ઇતિયાદી...
હું એનો હાથ પુરી તાકાત થી ઝાલી રાખતી...
છતાંય એ છોડાવી ને મને એક ચુમ્બી ભરી...
દેતી લલાટે અને કમને પણ ઘડી ભર માટે...
છોડી ચાલી જતી...
મારી ભૂલોને એ હું નાની હતી તો...
ક્યારેક હસી કાઢતી તો ક્યારેક ધ્યાનમાં ન લેતી...
પણ હવે હું મોટી થઇ છું તો...
એ ક્યારેક મને સમજાવતી...
તો ક્યારેક વઢતી...
ને જરૂર પડીયે એ જ હાથો એ મારતી પણ...
હા, પણ ત્યારે મને જેટલી પીડા શરીરે નહીં થતી...
એટલી એને હૃદયે થતી...
એક સમય એ આવ્યો કે,
એને એનો હાથ છોડાવી...
મારો હાથ ઍક અન્ય અજનબી હાથ માં આપ્યો...
માત્ર એક વિશ્વાસ ના તાંતણે...
અમારી બંનેના નયનોમાં નીર વહેવા લાગ્યા'તા...
પણ એ માત્ર એક અજનબી નો હાથ જ નીકળ્યો...
સાથ નહીં એ મને વચ મઝધારે જ છોડી ચાલ્યો ગ્યો...
ફરી મારા હાથોમાં એ જ હાથને સાથ...
હું આજેય જ્યારે...
એકલતા અનુભવું...
નિરાશ હોવ...
મૂંઝવણમાં હોવ...
ચિંતામાં હોવ...
ગભરાય જવ ત્યારે...
કે પછી ખુશ હોવ ત્યારે પણ...
હું એ જ મારી મમ્મીનો હાથ ઝાલીને...
એના ખોળા માં માથું રાખી દેતી...
ને આજેય એજ પાલવ થી આંશુઓ સારતી...
ને આજેય એજ મારો પહેલો સ્પર્શ અનુભવતી...
એજ પ્રેમભરી નજર...
એજ મમતાભર્યો પાલવ...
હે ઈશ!!
તને માત્ર એકજ અરજ મારી...
કે આમજ રાખજે મારા હાથો માં એ હાથ...
જો છૂટશે એ તો હું જઈસ ફરી એકવાર...
ને એ પણ કદાચ છેલ્લી વાર તૂટી...
I LOVE U SO MUCH MOM...?
#સાંઈ સુમિરન...