રોજ ધબકે હૃદય પ્રેમનાં કારણે,
ભીતરે હોય લય પ્રેમનાં કારણે.
શાંતિથી કેમ જીવે ઘણાં માનવી?
ઓળખે છે સમય પ્રેમનાં કારણે.
જાતમાં હોય વિશ્વાસ ભરપૂર તો,
વિશ્વમાં થાય જય પ્રેમનાં કારણે.
કર્મ કરજો બધા જાતને ઓળખી,
ના રહે કોઈ ભય પ્રેમનાં કારણે.
દિલને દરિયાની માફક સદા રાખજો,
આવશે ના પ્રલય પ્રેમનાં કારણે.
રાખશે ખુદમાં જો પ્રેમ માનવ સદા,
કોઇ પીશે ના મય પ્રેમનાં કારણે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)