અઢાર વરસની એક નાદાન છોકરી
તેને તેની મોટી ઉંમરે કેવા કેવા સ્વપ્નો જોયા હસે કે હું ભણીગણીને મોટી થઈશ મારા લગ્ન એક રાજકુમાર સાથે થશે એક સુખી ફેમિલી બનાવીશ અમો શાન્તિ થી અમારું જીવન જીવીશું
પણ એ સ્વપ્નો તેના પુરા થાય તે પહેલાં કોઈ નરાધમોએ તેની ખુશી જીદગી ને પીંછી નાખી
ક્યાં છે તેના બળાત્કારો! કેમ હજી સુધી પકડાયા નથી! કોણ તેમણે પંપાળે છે!
ક્યારે તેમણે સજા મળશે!
બસ આજ સવાલો આમજ આપણે એકબીજાને પૂછ્યા કરીએ છીએ
શું વાંક હતો એ છોકરીનો!
તે એક જવાન હતી એ તેનો વાંક હતો!
તે સુંદર હતી તે તેનો વાંક હતો!
ને તે એક છોકરીની જાત હતી તે તેનો વાંક હતો!
કેમ ઘરમાં માં બેન નથી હોતા!
આપણે તેમની સાથે કઈ એવું કામ કરીએ છીએ!
ના...કારણ કે તેઓ આપણા પોતાના છે તો એ છોકરી પારકી હતી માટે તેની સાથે આવું કામ કર્યું!
ધિક્કાર છે આવી માનવ જાત ઉપર ...
ક્યારે આપણે સુધરશું!
મગજનો આપણા બદલાઈ ગયાછે
કારણ કે આપણે અડધા માંસાહારી થઈ ગયા છીએ માટે આપણા મગજ પણ પ્રાણી જેવા થઈ ગયા છે
આપણે આવા આધુનિક જમાનામાં જીવીએ છીએ છતાંય આપણે બદલાતા નથી પણ વધુ ને વધુ હિંસક બનતા જઇએ છીએ.
બેટી બચાવો એ આપણી ભૂલી જઈએ છીએ પણ એક સમય એવો આવશે કે આપણ ને પરણવા છોકરીઓ નહિ મળે
એ દિવસો દૂર નથી જો આમ જ ચાલયા કરશે તો.....
સુધારવાની જરૂર છે
બદલવાની જરૂર છે
એક દિવસ એવો પ્રસંગ આપણા જ ઘરમાં આવીને ઊભો રહેશે .
પ્રભુ તારા આત્માને શાંતિ આપે.