વેદના એક ઉંમરની...
ક્યારેય ના લાગી,
એટલી સુંદર આજ લાગે છે,
પ્યારી...!
રવિ સરીખું તેજોમય રૂપ તારું,
ઉપરથી હોથોનું આ લાવણ્ય..!
આહા...!
મુગ્ધ કરી દે છે મને.
કેશમાં સુશોભિત ગજરો,
તારા યોવનને વધુ નિખારી જાય ત્યારે,
આ હૃદયની ગતિ સહજ વધારી જાય છે.
તારા પાંપણના પલકારા જાણે,
ટમટમતા ઝીણા તારલિયા !
મીઠો મીઠો ઝણકાર એ પાયલનો,
પ્રેમનું મીઠું વિષ બની,
નિર્દોષ આ પ્રેમીનું કતલ કરી જાય છે.
રોજ રોજ બસ આમજ..,
પ્યારી...!
હાથમાં આ કલમ, આ કાગળ લઇ,
શબ્દોની ઉર્મિઓર્થી સજાવી,
તને જોવાની મનની ઈચ્છાઓ તૃપ્ત કરું છું.
એકલતાના આ દિવસો,
ઘણા વસમા હોય છે ગુજારવા !
કાશ...!
ઉંમરની આ દહલીજ પર,
સાથ હોત તું મારી !
તો આમ તારા સાથને તરસવું ના પડત.
હવે...!
ઘડપણની આ બીમારી,
રોજ રોજ આમ તારી તારીફ ના શબ્દો,
ઝૂંટવી જાય છે મારાથી.
ડર લાગે છે....! પ્યારી..,
કે ફરીવાર તું હવે આમ સાથ છોડી...!
મારા શબ્દોમાંથી પણ ઓઝલ તો ના થઈ જાય ને ?
મિલન લાડ. વલસાડ - સુરત.