#ગરબો
તારા દર્શનની અભિલાષા હો માત
તારા દર્શનની અભિલાષા હો માત
હું ગમે તેવો પણ માવતર તું માત
લાલ ચટક ચૂંદડી શોભે મોરી માત
ગરબે ઘૂમી ચાચર ચોકે મોરી માત
હું ઘૂમ્યો માયા યે સંભાળ તું માત
0 તારા ..
સોન ગરબો રૂપે ઇંઢોણી મોરી માત
તાળી તાલે રણકે કંકણ તારે હાથ
હું ભટક્યો જગમાં સંભાળ તું માત
0 તારા..
પગે પાયલ ખનકે ને ઘુમે મોરી માત
સકલ બ્રહ્માંડમાં છે એક મોરી માત
હું આવ્યો દ્વારે દર્શન દેજે તું માત
0 તારા...
જય અંબે