સ્વચ્છ અભિયાન
આજ કાલ યુવાનોમાં પણ એક છેલછા જોવા મળે છે
એ છે સ્વચ્છ અભિયાન
પોતાનું ઘર પોતાનું ગામ પોતાનું શહેર
ને સાફ સફાઈ કરી ને સુંદર બનાવવું
વડ્ડોદરા શહેરની બાજુમાં આવેલ ગામ નામે છાણી ત્યાં રહેતા વીસ પચીસ વર્ષ ના યંગ છોકરાઓ આજથી ચાર વર્ષ પહેલાં એક બીડું ઉઠાવ્યું હતું કે ગામનું સ્મશાન ને સાફ સફાઈ કરવું
બસ તે તેમનો સંકલ્પ આજે પણ તેનું તેઓ પાલન કરે છે.
દર રવિવારે આઠ કલાક બધા સાથે મળીને એક સાથે ગામના સ્મશાને જાયછે ને ત્યાં જઈને એક સાથે સાફ સફાઈ કરેછે.
તદુપરાંત નવા છોડ રોપેછે ઘાસ કટિંગ કરેછે નવી લાઈટો નાખેછે
સારું કરવામાં કઈ પણ ખર્ચ થાય તે દરેક ખર્ચ સૌ પોતાના ખિસ્સામાં થી કરેછે.
આવા યુવાનો ખરેખર એક શાબાશી આપવી પડે.
કાશ આમ દરેક ગામમાં આવા યુવાનો કઈ કામ કરવા માટે આવું કઈ વિચારતા થાય તો એક દિવસ આખો ભારત દેશ સ્વચ્છ થતાં વાર ના લાગે.