પિતા પ્પપા આ શબ્દો એક એવા શબ્દો છે કે તેના નામ વગર અથવા તેની હયાતી વગર આપણી જિંદગી એ જીદગી નથી હોતી.
કારણકે આપના ઘરમાં જો તેમની હાજરી જ ના હોય તો આપણું ઘર એ ઘર નહિ પણ એક કોઈ નિર્જન જગ્યા સમાન લાગેછે.
પિતા કે પપ્પા વગર ઘર તો શું આપણી જીંદગી પણ એક વેરાન જેવી લાગેછે,
જ્યારે તેમની ઘરમાં હાજરી હોયછે ત્યારે આપણને ક્યારેક ગમતી પણ નથી હોતી
મનોમન વિચારતા હોઈએ છીએ કે આ ડોસો નથી બહાર જતો કે નથી જલદી મરતો પણ નથી!
પણ જ્યારે તે ખરેખર મોત ને ભેટેછે ત્યાર બાદ આપણને ઘણો પસ્તાવાનો વારો આવે છે.
જ્યારે તે જીવતા હોયછે ત્યારે આપણને તેની કીમત નથી ખબર પડતી
ને જ્યારે તે બીમાર હોયછે ત્યારે આપણે તેમની સરખી દવા નથી કરી શકતા,
પણ જ્યારે તે મરણ પામે છે ત્યારે આપણે તેમની પાછળ તેમની દરેક વિધિમાં કોઈ ખર્ચો જોતા પણ નથી
તો કહેવાનો અર્થ એ છે કે જો આપણે તેમના જીવતા જીવ ખર્ચો કરી ના શકતા હોય તો પછી તેમના મરણે ખર્ચા કરવાની શી જરૂર છે ભાઈ હે!