ધૂમકેતુ ગુપ્ત વંશાવલી - ભાગ- 6.
સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્ય.
આ નવલિકામાં ચંદ્રગુપ્ત મૌર્ય મગધપતિ બની ગયા પછીની કથા છે. કહેવાય છે કે સતા મેળવવા કરતા સતા ટકાવી રાખવી અઘરી છે તેજ રીતે આ નવલિકામાં પણ મગધનું રાજ્ય ટકાવી રાખવાની કથા છે. સિકંદરનો એક સેનાપતિ સેલ્યુક્સ ગાંધાર પર વિજય મેળવે છે અને મગધ પર ચઢાઈ કરવાની તૈયારી કરે છે. આ સેલ્યુક્સને પરાજિત કરવા માટે મહાઆમત્મ્ય ચાણકય નંદરાજના આમત્મ્ય પંડિત કાત્યાયન જે રાક્ષસ તરીકે ઓળખાય છે તેને પોતાની તરફ કરિલે છે અને તેને ચંદ્રગુપ્તના અમાત્મ્ય તરીકે રાખે છે. ચાણકય પોતાની રાજયશાસ્ત્રની નિપુણતા અને કુટનીતિથી મદદથી ચંદ્રગુપ્ત સૈલ્યુક્સને હરાવે છે. ચંદ્રગુપ્ત છેક ગાંધાર (અત્યારનું ઈરાન) સુધીના પ્રદેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી સેલ્યુક્સની પુત્રી સાથે લગ્ન કરે છે. મગધપતી ચંદ્રગુપ્તમાંથી સમ્રાટ ચંદ્રગુપ્ત બને છે.
આ નવલિકામાં ધૂમકેતુએ ચાણક્યના મુખેથી રાજ્યશાસ્ત્રના કેટલાક અણમોલ વાક્યો કહ્યા છે.
• અનેક પવિત્ર અસત્યોના તાણાવાણામાંથી જે માણસ એક મહાન સત્યને જન્માવી શકે છે. તે માણસ રાજકર્મચારીઓમાં ઋષી સમો છે અને ઋષીઓમાં રાજઋષિ સમો છે.
• ભારતવર્ષ ત્યાં સુધી પોતાની વિશિષ્ટતા જાળવી શકશે જ્યાં સુધી એના વિદ્યાધામોમા રાજાઓ રખડતા હશે, જ્યારે રાજદ્વારે વિદ્યાધામ રખડતા થશે ત્યારે ભારતવર્ષ - જે વિશિષ્ટ ભારતવર્ષ કહેવાય છે તે અહીં નહીં હોય.
• કોઈ લાડનારો વિજયનું ફળ ત્યાગી શકતો નથી. એ ત્યાગે છે ત્યારે લડનારો હોતો નથી, એ સત્ય સ્થાપવા નીકળેલો મહાન પુરુશ હોય છે.
• જેમ આ વાંચન આગળ વધતું જાય છે તેમ તેમ ધૂમકેતુ મને અભિભૂત કરતા જાય છે.