ગુપ્ત વંશાવલી - ભાગ-5
ચંદ્રગુપ્ત મૌર્ય
આ નવલિકામા ચાણકય બધાજ પરવતેશ્વરોને એકઠા કરે છે. બધાને જુદા જુદા લોભ આપી ,ડર બતાવી મગધ પર આક્રમણ માટે બધાને તૈયાર કરે છે. મગધના રાજમહેલમાં પોતાની રાજરમત વડે વિગ્રહ જગાવે છે. મગધના અમાત્મ્ય રાક્ષસને રાજરમતમાં હરાવે છે. ધનાનન્દને દૂર કરી ચંદ્રગુપ્તને મગધની રાજગાદી પર બેસાડે છે. આ નવલિકામા કૌટીલ્ય અને આમત્મ્ય રાક્ષસ વચ્ચેની રાજરમતનું ખૂબ સરસ આલેખન કર્યું છે.
ચાણકય પહેલેથીજ માનતા હોય છે કે રાજ્ય યુદ્ધથી ક્યારેય જીતી શકાતું નથી. યુદ્ધતો માત્ર દેખાવનું હોય છે. રાજ્ય તો રાજનીતિ અને કુટનીતિથી જ જીતી શકાય છે. રણમેદાનમાં યુદ્ધ કરનાર તો માત્ર પ્યાદા હોય છે. સાચું યુદ્ધ તો કોઈ મહાન રાજનીતિજ્ઞના મગજમાં લડાતું હોય છે.
ધૂમકેતુ જેવા મહાન લેખકો સદીઓમાં એકાદ જ થાય છે. જે આટલી મોટી નવલિકા શ્રેણીઓ આપી શકે.