આ તો સ્મિતની વાત છે( 2 )
હળવી પળો હેતથી
'સ્મિત' બની સમાઈ ગયા સ્મિતમાં છતાંયે,
સંધ્યા ઢળે ને એકબીજાની ખોજમાં..
બેચેન દિલની વાત સ્મિત કરે,
જાગતી રાતો..અઢળક વાતો..
વાતોમાં વ્હાલ..અનેક સવાલ..
એકપળ વિસરાય નહીં..
આજ કે કાલ નહીં..
પ્રેમનું ભૂત સ્મિત પર સવાર, સપનાઓમાં 'સ્મિત'ની જાંખી..
હળવી પળો-મુલાકાતો, યાદોની પોટલી સ્મિતે સંઘરી રાખી..
મળવાની તાલાવેલી, 'સ્મિત'ની બીજી મુલાકાત..
હેતાળ પળો હૈયાની વાત, અરે વ્હાલી વાત..
'સ્મિત' સાથે એ ફરી મળ્યા એ સ્મિતને, સ્મિતે પણ વહેચ્યું પોતાનું 'સ્મિત' એની આદત મુજબ..
ભેટીને મળ્યા, એકમેક માં સહેજે પરોવાયા..
ફૂલોનો બગીચો, મીઠી મહેક..
જલકતી હરિયાળી ને પવનની મસ્તી..
માદક ઘાસ, ને વારે વારે કલરવ કરી શરમાવતા પંખીઓ..
ખુલ્લી ઝુલ્ફો, ખીલતું સ્મિત..
આંખોનો નશો, હોઠોની હરકત..
મીઠી વાતો, આંગળીઓની રમત..
સ્મિત ખોવાયો ખેંચાયો ભરમાયો શરમાયો ને વહેતો ગયો..
હોઠોની મુલાકાત શાનથી, ને વર્ષાનું આગમન..
ભીંજાયેલા હોઠ ફરી ભીંજાયા,
આ સ્મિતના પ્રણયની પહેલી વર્ષા..
હેતાળ હૈયા રમતે ચડ્યા..
આંખોમાં આંખો મળી..
શરમાળ હૈયા ભેટી પડ્યા..
વાદળીઓ વહી ગઇ, સાંજ ઢળી ગઈ..
સાંજ બદલાઈ રાતમાં, રાત જાણે દુશ્મન લાગી સ્મિતને..
અરે એમને જવા મોડું જો થતું હતું..
'ભેટીને અલગ થવું, અને ભેટીને મળવું' કેટલીય લાગણીઓની આપલે, આખરે છુટા પડ્યા ફરી એક 'સ્મિત' સાથે.
~નિતીન સુતરિયા