એક શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે ની તાલાવેલી...
#એક અણજાણીતો વિદ્યાર્થી...
શું ખરેખર બાળકોના દિલમાં આજે પણ શિક્ષક પ્રત્યે આટલો જ પ્રેમ હશે..?
હા, ચોક્કસ હશે જ એ વાત આ બનાવ પરથી નક્કી થાય.
લગભગ આ વિદ્યાર્થી અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ ૧૫ ઓગસ્ટ ના રોજ બનેલ હતો.
ધોરણ-૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નામ તેનું અંશુ..
વાત જાણે એવી બનેલ કે તે વિદ્યાર્થીને હું જાણતો ન હોવા છતાં તે વિદ્યાર્થી આ દિવસે મને મારી સ્કૂલ પર મળવા આવેલ અને તેને મારી સુંદર મજાની છબી નિર્માણ કરી મને ભેટ સ્વરૂપે આપવા આવેલ..
ખરેખર પહેલા તો વિશ્વાસ જ નહોતો આવતો કે શું ખરેખર આવડા નાના બાળકે આવી સરસ કલાકૃતિ દોરી હશે..પણ તે બાળકે વિશ્વાસ કરાવી જ દીધો.
સાચે જ આ એક મારી કલાકૃતિ જ નહીં પરંતુ તે બાળકનું ભવિષ્ય છે.
'ધન્ય છે.. એ બાળક ના વિચારોને તેમજ તેની આ કળા ને..'
#નિકુંજ_રામાણી ‛જીંદગી'