ગુપ્તવંશાવલી- ભાગ -૩
મગધપતિ- ધૂમકેતુ
ધૂમકેતુની નવલિકા શ્રેણીના આ ત્રીજા ભાગમાં ગણતંત્ર અને રાજતંત્ર વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. મહાઆમત્મ્ય વર્ષકારની રાજનીતિનું ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે.રાજસતાને ટકાવી રાખવા અને મગધનું સામ્રાજ્ય વિસ્તારવા પોતાનું જાતે અપમાન કરાવી દેશ નિકાલ થાય છે અને ગણતંત્ર વૈશાલીને અંદરથી ખોખલું બનાવે છે.જેને લીધે મગધ વૈશાલી વચ્ચેના યુદ્ધમાં વૈશાલી નષ્ટ થઈ જાય છે. રાજસત્તા ટકાવી રાખવા માટે કેવી રાજરમત રમવી પડે છે અને કેટલા બાલીદાન આપવા પડે છે તે આ ભાગમાં ખૂબ સરસ રીતે બતાવ્યું છે.ધુમકેતુ એ લખેલ આ શ્રેણી જેમ જેમ વાંચતો જાઉં છું તેમ તેમ તેના વાંચન અને સંશોધન પ્રત્યે મારો આદર સતત વધતો જાય છે.