ગુપ્ત વંસાવલી- ભાગ-1
આમ્રપાલી-
લેખક ધૂમકેતુ
ધૂમકેતુ દ્વારા લખાયેલ ગુપ્તયુગ વાંસવલીની નવલિકા શ્રેણીની શરૂઆત આ નવલિકા 'આમ્રપાલી'થી થાય છે. ઇ.સ પૂર્વે પાંચમી થી છઠ્ઠી સદીથી વાર્તાની શરૂઆત થાય છે. ત્યારે બે પ્રકારના રાજ્યો અસ્તિત્વમાં હતા ગણતંત્ર અને રાજતંત્ર. રાજતંત્રમાં રાજાશાહી હતી.ગણતંત્રમાં એક લોકોના સમૂહ દ્વારા નિર્ણયો લેવામાં આવતા. વૈશાલી નગરી એ એક અદભુત નગરી હતી જેમાં ગણતંત્ર સ્થપાયેલું હતું. આજે આપણે જેને સંસદ કહીએ છીએ તેને ત્યારે સંથાગાર કહેવાતો અને તેમાં 7707 સભ્યો હતા જે આ નગરીની સતા ચલાવતા. અંગ્રેજો આ લોકશાહીની પ્રથા ભારતમાં લાવ્યા તે વાત ખોટી છે.ભૂતકાળમાં આપણાં દેશમાં આ પ્રથા હતીજ તે આનાથી સાબિત થાય છે. આ નગરી વૈશાલીમાં એક એવી પ્રથા હતી કે જે નગરીની સૌથી સુંદર સ્ત્રી હોય તે જનપદ કલ્યાણી બને. વૈશાલીની આ અદભુત જનપદ કલ્યાણી આમ્રપાલી થી કથાની શરૂઆત થાય છે.ધૂમકેતુ એ આમાં એટલા બધા સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે કે જેને જોઈને આપણને તેના જ્ઞાન અને વાંચન સામે નમન કરવાનું મન થઇ જાય. ઇતિહાસને એક સુંદર વાર્તા દ્વારા એટલો રસંપૂર્ણ બનાવ્યો કે એક વાર વાંચવાનું ચાલુ કરો એટલે જાણે તમે કોઈ મુવી જોતા હોય તેમ તમારી સામે દ્રશ્યો ઉભા થઇ જાય.