આખરે શબ્દો બોલ્યા
ઘણા મહાન કવિઓ લેખકો અને મારા મિત્રો દ્વારા લખતા ઘણા બધા લેખો પ્રકાશિત થતા જોઈ આજ મારા મનની ડેલી એ પણ એક અવાજ આવ્યો મને પણ કદાચ કહ્યું કે હાલ આપણે પણ કંઈક સફેદ જીવન ના પાને કંડારીયે ચાલ તું પણ કંઈક તારા મન અંદર પડેલું ઘૂંટાયેલું થનગનતું રજુ કર, પણ ત્યાં મારા મને પેહેલો વિચાર પણ એ પણ કરીયો કે લખી તો લઇશ પણ શું લખવું આ વિચાર પણ થોડો અઘરો છે પ્રથમ વાર લખતા માનવી માટે મન માછલીના જાર ની જેમ ગુચવાનો થી ભરાયેલું હોઈ છે એક માંથી નીકળે તો બીજા માં સલવાય જાય છે ત્યાં જ પાછો વિચાર એ પણ આવ્યો કે જીવન પણ એવું છેને એ પણ ક્યાં અલગ છે એક તકલીફ માંથી નીકળે ત્યાં બીજા માં સલવાયેલું જોવા મળે છે હા ચોક્કસ તકલીફ નો અંત નથી કયારેય પછી એ જીવન હોઈ કે સામાન્ય મારા લખવાના વિચાર ની આમ જોયે તો એક નાનકડી અમથી કલમ વાવાજોડું લઈ આવાવા તેમજ તેને બેસાડવા માટે કાફી છે ફરી પાછુ ત્યાં જ મેં પોતાની જાત ને દરિયા કિનારે બેઠેલ વિચાર કરતી અનુભવી અને ફરી પાછું વિચાર્યું પણ ખરેખર લખી શકીશ હું શું છે આટલી તાકાત કલમ કરતા મારા શબ્દો માં શું કયારેય એવું પણ બનશે કે લોકો મારા હાથે કંડારેલું વાંચશે મન પાછું જેમ દરિયામાં લહેરો નો અંત નથી આવી વિચારો ની લહેરો ઉઠવા લાગ્યું જેનો અંત નહોતો ત્યાં જ મગજે પછી ટકોર કરતા કોઈક રૂઢિચુસ્ત વડીલ ની જેમ કહ્યું આટલી બધી મગજ મારી હોય કય મૂક આ બધુ આપણે ના પોશાય આપણે તો માટીના માનવી ત્યાં જ અમારા ગુરુ એ પોતાની એક પુસ્તિકા માં ઉલ્લેખ કરેલ અંકિત ત્રિવેદી ની મજાની એક લાઈન યાદ આવી ગઈ અને મારા મનએ પણ કહી દીધું મગજ ને કોઈક કવિના અંદાજ થી 'મોજું આવે ને બસ આટલી જ વાર પછી વ્હેતી થઈશ। ...હું તો ભુંસાતી પગલાંની છાપ.'
અહીં હું એજ વિચાર નહિ પણ જાજા વિચારો ના મોજા ની રાહ માં છું ખરેખર આજ ખબર પડી મને કે માનવ મન ખાલી પૈસા, જવેરાત, લાગણી નહિ પણ વિચારો નો પણ લાલચુ હોઈ છે અને પણ અલીબાબા ચાલીશ ચોર ની જેમ વિચારોના ખજાનાની તલાશ છે,બસ થોડી ભરતી ઓટ આવતા રહે તો ચાલશે પણ એમાં પાણી સુકાવું ના જોયે ,હોળી ભલેને હાલક ડોલક થાય પછી અને મેં કલામ ઉઠાવી લખવા માટે અને ત્યાં આ બધું વિચારતા આંખ ખુલી અને સવાર પડતું નિહારીયુ અને ખરેખર મન ટહુકી ઉઠ્યું ' ખરેખર આખરે શબ્દો બોલ્યા'.
-સોનલ