સમાજ અને પડોશી ઓ તો ઠીક પણ પોતાના જ મા-બાપ તેનો વાંક કાઢી રહ્યા હતાં.
રાજ તેનો ફિયાન્સ તેની જીદ અને મા ની મંજૂરી થી જ તે રાતના શો માં મૂવી જોવા ગઇ હતી,મા એ જ આગ્રહ કરી કરીને તેને જાતે સરસ તૈયાર કરી હતી.
મૂવી જોઈ પાછાં ફરતાં રસ્તામાં ચારેક મવાલીઓ એ તેમને આંતરી લીધા, રાજ તો તેને અને બાઇકને મુકીને તરત જ ત્યાંથી ભાગી નિકળ્યો.
અને એ ગોઝારી રાતે તેના ઘરેણાં ની સાથે સાથે તેનુ શિયળ પણ લૂંટાઈ ગયું.
બીજા જ દિવસે રાજે સગાઇ ફોક કરી અને દોષનો ટોપલો તેના માથે નાખી દીધો.તેની મા પણ તેને જ કોશતી જઇ રડી રહી હતી.સમાજ તેને કલંકિત માની
તેના પર થૂ થૂ કરી રહ્યો હતો.
પાપ કરનારા આરામથી ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા હતા અને તે ઘરના એક ખૂણામાં બેસીને શૂન્યાવકાશ માં તાકતી વિચારી હતી કે પોતે કલંકિનિ કઇ
રીતે ?