#kavyotsav
સમી સાંજે જ્યારે શેરીમા તું રમત રમતો હોય,અને રમત રમતા જ્યારે નીચે પડી જાય,
ત્યારે હૃદયના ધબકારા મારા આભ ને આંબી ને ધરતી પર પછડાય.
સાયકલ ની ટોકરી વગાડતો વગાડતો જ્યારે શેરીમાં ફરતો હોય,અને અચાનક કોઈ અડફેટે આવી જાય,
ત્યારે મગજમા તારા જ વિશે ડર લાગે કે કોઈ હમણાં જ તારા વિપક્ષમા આવી ને ઉભો ન રહી જાય.
લંગડી રમતા રમતા જ્યારે તું એક પગ પર ઉભો રહી જાય,
ત્યારે મનમા સુદર્શન ચક્ર ની સાથે ગોવર્ધન પર્વત ને એક આંગળી પર ધારણ કરનાર માધવ યાદ આવી જાય.
_એજ તારી 'મા'