#kavyotsav
ઉડતું પતંગિયું જોઈ, મને ઉડવાનું મન થાય,
પણ, તને ડગ ભરતા જોઈ, મને બાળ થવાનું મન થાય.
શિખર ઊંચું જોઈ, મને નભ આંબવાનું મન થાય,
પણ તને પડતા લથડતા જોઈ, મને બાળ થવાનું મન થાય.
જીંદગી ની આ ભાગદોડમાં, મને ઉંચાઈઓ સર કરવાનું મન થાય,
પણ તને પારણાંમાં પોઢેલો જોઈ, મને બાળ થવાનું મન થાય.
દુનિયા મથે છે એમ મને પણ એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરવાનું મન થાય,
પણ તને મારા ખોળામાં બેસાડી ને ,તારું 'સિંહાસન' થવાનું મન થાય.
_એજ તારી' મા'