#Kavyotsav
વાત આજે થઈ પાછી ઇમેજીનેશનમાં.
વાંધો તો છે,રિયલ કમ્યુનિકેશનમાં.
લાંબી દાઢી રાખી, રાખ્યા છે લાંબા વાળ,
આળસ ને પણ બદલી નાખી છે ફેશનમાં.
મારી લાંબી વાતો,તારું નીરસ ઓકે,
થોડો તો રસ લે તું પણ કન્વરઝેશનમાં.
મોબાઈલમાં તારા ડીપી ને જોયા કરું,
દર રોજ આટલું કરું છું હું મારા લેશનમાં.
જબરી રોનક આવે છે મારા ચહેરા પર,
જ્યારે નામ આવે તારું નોટિફિકેશનમાં.
~વાયડો