હું તને નથી જાણતો તુ કોણ છે, કેવી છે, શા માટે મારી પાસે છે, કદાચ એટલે જ તુ સમયની દરેક પળમાં મારા માટે નવી છે. મને તારાથી કંટાળો નથી આવતો. કદાચ એટલે જ તને અને મને પ્રેમ છે. આખી દુનિયા એકબીજાને જાણવામાં રહી જાય છે. અને એટલે જ કદાચ પ્રેમનો ઢોંગ કરવામાં રહી જાય છે. પણ મારા માટે તો તુ હંમેશ માટે અજાણી છે. કદાચ એટલે જ હું તને પળપળમાં માણું છું. હા, કદાચ એટલે જ તને અને મને પ્રેમ છે.
હા હું જાણું છું, તારું ચિતડું ચકડોળે છે. ભલે હોય, આ જ પાક્કો સમય છે. તુ ભુલી જા તુજને મારામાં અને બસ મારામાં રે . આ જ પાક્કો સમય છે રાસલીલા નો. આ જ પાક્કો સમય છે તુજ મુજ ના ફરી એકમેક બનવાનો.
લિ. તારો રોનક