તું બનીને આવ મખમલી કલમ,
હું શબ્દોની વિશાળ ભરમાર લઇને બેઠો છું,
ચાલ સાથે મળીને રચીએ ઍક કવિતાનો કાગળ.....
તું બનીને આવ બાગનું પ્રિય પુષ્પ,
હું પરોવાતી દોરી બનીને રાહ જોવ છું,
ચાલ સાથે મળીને શોભાવીએ નિજનાં મુરતની સુરત.....
તું બનીને આવ બાળપણની એ પેન પેલી,
હું એ જૂની કાળી કોરી પાટી લઈ બેઠો છું,
ચાલ સાથે મળીને ખિલાવીંએ કોઈ બાળનું ભાવી.....
તું બનીને આવ વર્ષાની પહેલી રસધાર,
હું બેઠો ભીની મહેકતી માટી બની બેઠો છું,
ચાલ સાથે મળીને નિખારીએ કુદરતની ઉતકૃષ્ઠ પ્રકૃતિ.....
તું બનીને આવ ઍક પ્રગટતી જ્યોત,
હું હૈયે ઘોર અંધકાર લઈ બેઠો છું,
ચાલ સાથે મળીને દિપાવીએ ઍક ઘરનું પ્રાંગણ...
તું બનીને આવ શાહુકાર ખૂબસૂરત ની,
હું જીંદગી રંક કરીને બેઠો છું,
ચાલ સાથે મળીને શીખવાડીએ દુનિયાને કર્મ નો નિયમ.....
તું બનીને અભીલાષાની સુંદર પાંખો,
હું જરૂર થી અવઢૂ ગગન ઉમેરી બેઠો છું,
ચાલ સાથે મળીને ચીંધીએ કોઈને એનું સફળતાનું શિખર.....
ચાલ આવ ફરી રચીએ,
આપણી કવિતાનો છેલ્લો કાગળ.....