તારા વિના હું ના રહી શકું
મારા વિના તું ના રહી શકે
જો તું પૂછે, વધુ શું કહી શકું?
તને મને એકબીજાના ઑક્સિજન કહી શકું..
વાગ્યું હોય મને અને તકલીફ તને થાય
બીમાર હોય તું ને પીડા મને થાય
હવે જો પૂછે ઘણું તો શું કહી શકાય?
તારા ને મારા શરીરો બે અર્ધાંગો કહેવાય..
~ કલ્પતરૂ