Gujarati Quote in Story by Ami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મનની વાત....ભાગ -2


       અદિતી આજે ખૂબ જ ઉદાસ હતી.અર્જીત એનો પાડોશી હતો.છેલ્લા પાંચ વર્ષથી અદિતીને એવું લાગતું કે અર્જીત એને લાઈક કરે છે.મનોમન અદિતી એને ખૂબ જ પ્રેમ કરતી હતી. એક દિવસ એને જુવે નહીં તો એનો દિવસ ન જાય. અને કોઈ દિવસ અદિતી અર્જીતનાં ઘરે જાય એને અર્જીત ઘરે આવતો દેખાય તો શરમાઈને આન્ટી પછી આવું કરી ત્યાંથી ચાલી જાય.આજે અદિતી ને જાણવા મળ્યું હતું કે અર્જીત ભણવા માટે બીજા શહેરમાં જવાનો છે. એના મમ્મી -પપ્પા અહીં જ રહેશે.
              કૉલેજનાં પગથિયાં પર આમ અદિતીને બેઠેલી જોઈ મોસમી એની પાસે ગઈ .' આદુ શું થયું ? કેમ આમ બેઠી છે.કૉલેજનાં ગેટ પર હું રાહ જોઈને બેઠીતી તું મારી રાહ જોયા વગર આવતી રહી. બોલને ...' એટલામાં અદિતી ઠુસ્કા ભરી રડવા લાગી બન્યું તું એ બધું રડતાં  રડતાં બોલી ગઈ.મોહીનીએ અદિતીને શાંત પાડતાં અને સમજાવતા કહ્યું   ' જો આદુ તું પાંચ વર્ષથી એની પાછળ છે. તારો પ્રેમ સાચો છે. એના માટે તે ચાર છોકરા ઓની પ્રપોઝલ ઠુકરાવી છે. બધાં છોકરા તને એક કન્હાની રાધા કહે છે ! એમ કહી ચિડાવે છે તને.થોડી હિંમ્મત રાખ કોઈને કોઈ રસ્તો મળી જશે.'  જો મોનું એની સાથે મારા મૅરૅજ નહીં થાય તો હું કુંવારી રહીશ. એ ભલે મને પ્રેમનાં કરે ભલે કોઈ બીજી છોકરી સાથે મૅરૅજ કરે એની ખુશીમાં હું ખુશ છું પણ એક વાર એના મનની વાત જાણી લઉં બસ.
             અર્જીત અને અદિતી બન્ને દેખાવે ખૂબ જ સુંદર અને આકર્ષક હતા.  અદિતીનો સ્વભાવ ભોળો અને એનું દિલ બાળક જેવું ના કોઈની સાથે બદલો લેવાની આશા કે ના વેરઝેર .મોજશોખ પુરા કરવા, ભણવું , મજાક મસ્તી કરવી.સાંજે બે કલાક પ્રાર્થનામાં ગાળવા .આ રોજનો એનો નિયમ હતો. અર્જીત પણ કંઈ કમ ન્હોતો .બધા કામમાં એનો નંબર આવતો પછી એ સ્કૂલ હોય કે કૉલૅજ હોય. સાચું મોઢા પર કંઈ દેતો મોટા મોટા સાહેબો હોય કે ઘરનાં સભ્યો હોય.પણ અદિતીનાં વિષયમાં અભણ હતો.એમ કહીએ તો પણ ચાલે.
          અર્જીત બીજા શહેરમાં ભણવા ગયો.એ પછી અદિતી સાવ ચૂપ ચૂપ રહેતી. અને રજાના દિવસે અર્જીત આવે એની રાહ જોતી. અર્જીત આવે એટલે અદિતી એના રૂમમાં બેસી અરીસામાં પડતા અર્જીતના પ્રતિંબિબને જોયા કરતી.બન્નેનાં રૂમ સામ સામે એ રીતે આવેલા હતા કે આરામ થી બન્ને એક બીજાનાં રૂમમાં બધું જોઈ શકે.બન્નેની પાસે એક બીજાના ફોન નંબર હતા.અદિતી કોલૅજનાં સ્ટુડન્ટ ફોનમાંથી અર્જીત ને ફોન કરતી .અર્જીત હેલ્લો.. હેલ્લો... બોલે એટલું સાંભળી અદિતી ફોન ક્ટ કરી દેતી આવું એ અઠવાડીયામાં બે ચાર વાર કરતી.મોહિની એને ઘણી વાર પૂછતી શું હાથમાં આવે છે. આવી રીતે ફોન કરી એના કરતા સીધી વાત જ કરી લેતી હોય તો પાગલ !. અદિતી હસતાં હસતાં કઈ દેતી પ્રેમમાં તને કઈ નહીં સમજાય.

Gujarati Story by Ami : 110164975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now