એક અછાંદશ રચના...
એક નાનકડા રસ્તે રઝળતા બાળકની વ્યથા...
મારા શબ્દો માં...
જે મળે, જેવું મળે ખાઈ લેવાનું,
શું એમ જ અહીં જીવી લેવાનું?
ભૂખ્યા પેટે, પથારી ધરતી ની કરી
આભની ચાદર કરી સૂઈ જવાનું.. શું એમ જ...
ને એમાં, શિયાળે ઠંડી માં ઠરવાનું,
ચોમાસે કમનેય રોજ પલળી જવાનું? શું એમ જ...
નફરત ના કરીશ, ખુદાનો જ બંદો છું
મજબૂરી છે ગંદકી માં જ રહી લેવાનું...
ચોખ્ખા લુગડે મારેય નિશાળે જવું'તું,
ને મારેય સૌની ભેળા રોજ રમવું'તું,
નસીબ ની બલિહારી તો જો દોસ્ત
રોજ પેટ પુરવા હાથ ફેલાવી ફરવાનું..શું એમ જ...