નાસ્તિકની ડાયરી
દરેક આસ્તિક મનુષ્યમાં ક્યાંક એક નાસ્તિક છુપાયેલો હોય છે. ક્યાંક તો એને ભગવાનના અસ્તિત્વ પર શંકા હોય છે પણ એ ખૂલીને બોલી શકતો નથી. કારણ ઘણા હોઇ શકે જેમ કે સમાજ, ભય અને એનો સ્વાર્થ.
જો એની અંદરના નાસ્તિકને જગાવવો હોય તો એની માન્યતાઓની મજાક ઉડાવવા કરતા, એને idiot કે બુધ્ધિ વગરના કે અંધ કહેવા કરતા એની માન્યતાનો છેદ સૌમ્યતાથી ઉડાડો તોજ એની એની અંદર રહેલો નાસ્તિક જાગશે.
જો તમે એને અપમાનીત કરતી ભાષા વાપરશો તો એની માન્યાતાઓ વધારે ને વધારે દ્રઢ બનતી જશે.
"વિચારવાદ"થી ઉપર ઉઠવાની જરૂર છે