*મન મોજી* (અછાંદસ કાવ્ય)
કોઈના કાયદા નથી નડતા એને,
એ તો પોતાની જ ધૂનમાં મસ્ત છે,
દુનિયા જેને "પાગલ પન" કહે છે,
એ એનો પોતાનો એક અલાયદો અસ્ત છે.
ખિસ્સામાં ભલે ન હોય સિક્કાનો રણકો,
પણ એની અમીરી તો એના સ્મિતમાં છે,
ભવિષ્યની ચિંતાની લકીરો નથી એના કપાળે,
એ જીવે છે બસ, આજની આ પળની જીતમાં છે.
કોઈ પૂછે સરનામું, તો એ આકાશ બતાવે,
નથી કોઈ બંધન, નથી કોઈ ચોક્કસ સીમા,
ક્યારેક દરિયાના મોજાં જેવો તોફાની,
તો ક્યારેક વહેતા પવન જેવો ધીમો
લોકો દોડે છે કોઈ અજાણી રેસમાં,
આ ભાઈ તો રસ્તા કિનારે ઊભા રહી ફૂલોને નિહાળે,
સફળતા-નિષ્ફળતાના ત્રાજવાં એને શું તોલે?
એ તો પોતાની જ મોજના દીવા રોજ સળગાવે.
એટલે જ તો...
એ જગત આખાથી નોખો છે,
પોતાના જ પ્રદેશનો એ રાજા પોતે છે,
બીજું કોઈ નહીં,
એ જ તો ખરો "સ્વયમ્'ભૂ," 'મન મોજી' છે!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ',"