બ્રહ્માએ હાથ ધોયા હશે, સર્જન કરીને નારીનું.
એના જેવા ના જોયા હશે, સર્જન કરીને નારીનું.
ના બની શકયું કોઈ કે જે એનું સ્થાન લઈ શકે,
ભારોભાર ત્યાગ ભર્યા હશે, સર્જન કરીને નારીનું.
રૂપની સાથે સેવા,સમર્પણને સહનશીલતા દીધાં,
ધરાને કોઈ સૌગાત ધર્યા હશે, સર્જન કરીને નારીનું.
સ્નેહ, સૌંદર્યને લાગણી રગેરગે વણી દીધા પછી,
ગુણ માતૃત્વના એણે ગાયા હશે, સર્જન કરીને નારીનું.
અનેકરુપધારી વ્યક્તિ સમય સમય પર દેખાતું ને,
કીધી પરોપકારી એની કાયા હશે, સર્જન કરીને નારીનું.
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.