શિર્ષક: "THE AYODHYA ASCENSION" (Phonk Song)
લંકા આખી ધ્રૂજે આજ, પથ્થર પણ તરતા,
નામ લખ્યું જ્યાં રામનું, સાગર પણ ડરતા!
તેજ એવું સૂર્યનું, આંખો અંજાઈ જાય,
જુઓ કોણ આવે છે? રઘુકુળનો રાય!
King of Ayodhya! બોલો જય શ્રી રામ!
દુષ્ટોનું પૂરું કરે ત્યાં ને ત્યાં જ કામ!
મર્યાદા પુરુષોત્તમ, પણ હાથમાં કોદંડ,
રાવણ જેવા વીરનું પણ તોડી નાખે ઘમંડ!
શબરીના બોર ખાધા, પ્રેમનો છે સાદ,
પણ રણમેદાનમાં ના આવે કોઈ અપવાદ.
એક બાણ છૂટે ને ધરતી ગભરાય,
દસ માથાવાળો પણ ધૂળમાં રગદોળાય.
વચન ખાતર જેણે છોડ્યું રાજપાટ,
એની સામે દુશ્મનોની શું છે વિસાત?
ના કોઈ ડર, ના કોઈ ભય,
જ્યાં જુઓ ત્યાં રામનો જ જય!
શક્તિ... ભક્તિ... મુક્તિ...જય રઘુવંશી!
King of Ayodhya! બોલો જય શ્રી રામ!
દુષ્ટોનું પૂરું કરે ત્યાં ને ત્યાં જ કામ!
ચરણોમાં હનુમાન, માથે શિવનું ધ્યાન,
ત્રણે લોકમાં ગુંજે એક "સ્વયમ્'ભૂ" રામનું જ ગાન!
(ધીમા અવાજમાં)
મંગલ ભવન અમંગલ હારી...
દ્રવહુ સુદશરથ અજર બિહારી...
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"