Gujarati Quote in Poem by Mahesh Gadhvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે નારી હે સન્નારી
જીવન તારું હવાનકુંડ ને
કર્મ છે તારી આહુતિ
ધૈર્ય તારો બળતો દીપક ને
સહનશીલતા ની વાટ વણી તે
અર્ધ્ય આપ્યું તે જીવન નું
જાત ને આખી હોમી ને .
સર્વ ને આશિષ આપ્યા તે
જે બેઠા તુજ સમીપે છે.
તે સર્વનું જીવન બદલ્યું છે
જીવન તારું નીચોવી ને.
રચી દુનિયા તુજ ઉદર થી
ને વાણી થી વૈભવ ભર્યા.
ઘર સંસાર ને ધન ભંડાર
સદૈવ તુજ થી ભરતા રહ્યા.
તુ સંચાર બની છે શક્તિ નો
ભલે અબળા તુને ગણતા રહ્યા.
માં,બહેન ને ભાર્યા રૂપે આશ
તને જગત નિજ પૂજતા રહ્યા.

"કવિ આશ " મહેશ ગઢવી
પોલીસ ઇન્સ્પેક્ટર
ગુજરાત

Gujarati Poem by Mahesh Gadhvi : 112013528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now