પેહલો પ્યાર…
કોઈને કહો તો સમજાય નહીં…
પણ દિલમાં બેસી જાય છે…
કોલેજનો પહેલો દિવસ…
અજાણ્યા ચહેરાઓ વચ્ચે
એક તૂટી ગયેલી પેન…
એ પેન માંગવી…
એ પેન આપવી…
અને અજાણતાં જ
દિલ જોડાઈ ગયું…
વાતો વધી…
લાગણીઓ બની…
પણ પ્રેમમાં
ભણતર છૂટી ગયું…
અને એક દિવસ
પ્રેમ પણ છૂટી ગયો…
આજે પણ…
જ્યારે પેન હાથમાં આવે છે…
ત્યારે આંખો પોતે જ ભીની થઈ જાય છે…
પેન તૂટી ગઈ હતી…
પણ યાદોએ આખું જીવન તોડી નાખ્યું…
પેન થી પ્રેમ સુધી…
પેહલો પ્યાર…
રડાવે બહુ યાર…