મૌસમ બદલાઇ ગઇ છે, પડે છે હવે કેવી ઠંડી,
ઠંડી ઉડાડવા માટે ગરમા ગરમ ચા આદુની પીવાની.
@કૌશિક દવે
ચાની ચૂસ્કી લેવા બેઠો, ત્યાં તો ચા પણ થઈ ગઈ ઠંડી,
ધ્રૂજતા ધ્રૂજતા યાદ આવ્યો, બનાવી છે પાકની સુખડી.
નાકે પાણી વહેવા લાગ્યું, ને અવાજ મારો બેસી ગયો,
પછતાવો તો ત્યારે થયો જ્યારે તાવ મને ચઢી ગયો.
ઘરવાળી કહેતી હતી માની લો, પહેરી લો જેકેટ ને ટોપી,
હવે પસ્તાવો થાય છે, ઠંડીએ તો શાન ઠેકાણે લાવી દીધી!
- કૌશિક દવે
- Kaushik Dave