બરફથી ઢંકાયેલો,
હિમાલય અડીખમ.
કેટલીયે આંખોનું સપનું,
હિમાલયની ટોચે પહોંચવું.
સુંદરતા એની એવી,
કે સૌ કોઈ જાય દોડી.
હિમાલય સર કરવા,
કંઈ કેટલાયે જાય.
હોય જો કુદરતનો સાથ,
તો નયનરમ્ય નજારો જોવાય.
ને રુઠે જો કુદરત,
તો બરફમાં ગરક થવાય.
ક્યારેક જો હિમાલય પીગળે,
ખરી ગયેલ અવસ્થામાં,
બરફમાં બંધ થયેલ,
કેટલીયે આંખોના તારા મળે.
- Mir